________________
સ્થાન(મેક્ષ)થી એને પરાભુખ રાખે છે. આ બે ડાકુ સાથે મેહ વળી ગજબને લૂંટારે છે. રાગ ભસ્યા વિના કુંકી ચાટીને બચકું ભરે છે, દ્વેષ ભસીને બટકું ભરે છે, જ્યારે મેહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરે છે એમ માલુમ પડે, મેહમાં તે કુતરો છે એમ ખબરજ ના પડે. મેહ કુતરાને બકરૂં દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. “દુનિયામાં જે કાંઈ કિંમતી છે તે તે જડ છે, શબ્દાદિ વિષયે, ધન, કુટુંબ, કાયા, ઘર દુકાન વગેરેજ મહત્ત્વના છે, તેજ શ્રેષ્ઠ છે, તેજ સર્વસ્વ છે, તે જ હિતકારી છે” એવું એવું મેહ એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કેઈ વસ્તુજ નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મોહના છે. “આત્માને માટે દેહ છે,” એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે, માટે એની જ કાળજી કરવી.” એમ માને. આત્મા માટે દેહને બદલે દેહને ખાતર જ આત્મા સમજે. એટલે મેહ જીત મેઘે છે, મોહથી જીતાવું તેટલુંજ સહેલું છે. મેહ ન હેત, ને એકલા રાગદ્વેષ હોત તે એ કરડી ખાનારા કુતરાને ઓળખત. તે કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મેહ કુતરાને બકરો દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કુતરાને બકરૂં દેખાડવું તે મેહનું કામ. મહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાને પણ આનંદ મનાવે; જેમ, કેઈ દારૂ પીધેલાને તમાચો મારે તેય એ હસે છે. ગંધાતી ગટરને સુખને