________________
પણ શ્રી જિનેશ્વર દેવે લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા એ ત્રીજું વિશેષણ કહ્યું. પરમાત્માની જગત પર હયાતી ઇદ્રોને ય ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક બનાવે છે.
પ્રશ્ન-દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજું વિશેષણ કહે અને પહેલા બે ન કહે તે કેમ ?
ઉત્તર-દેવેન્દ્રથી પૂજ્ય ગણધર ભગવંત પણ હોય છે, તે તે વીતરાગ-સર્વજ્ઞ નથી, એટલે તે અહીં લેવા નથી માટે પૂર્વના બે વિશેષણ મૂક્યાં.
આમ ત્રણે વિશેષણે અલંકૃત પરમાત્મા ધર્મ–તીર્થ સ્થાપ્યા પછી જ, અર્થાત મોક્ષમાર્ગ અને તત્વે ઉપદેશ્યા પછીજ જનારા હોય છે. એ સૂચવવા “યથાસ્થિતવસ્તુવાદી” એ ચોથું વિશેષણ કહ્યું. ચૌદ પૂવી શ્રત કેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હોય છે. તે ન લેતાં, પૂર્વના ત્રણ વિશેષણે જેડી અહીં શ્રી જિનેશ્વર દેવજ લીધા. મૂળમાં “અરુહંતાણ” એ પદ છે તેને અર્થ – જેમનામાં હવે કર્મબંધના કારણ નથી તેથી કર્મઅકુર ઊગતું નથી તે,” એ કરે.
૪ વિશેષણમાં ૪ મહા અતિશય:-શ્રી તીર્થકર પ્રભુના ચાર મહા અતિશયે છે. (૧) અપાયાપરામ અતિશય. અપાય એટલે દોષ અને ઉપદ્ર. તેના અપગમવાળા એટલે સર્વ રાગદ્વેષાદિ દોષથી રહિત બનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપગમવાળા છે અર્થાત તીર્થકર નામકર્મના ઉદયથી વિહારનાં સવાસ યોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) સર્વજ્ઞ વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યું. (૩) દેવેન્દ્રજિતથી પૂજાતિશય બતાવ્યું.