________________
અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ-૧. વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩, દેવે
પૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી એવા ભુવનના ગુરુ આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈએ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા
વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારૂં મેહનીય કર્મ. તેજ પ્રમાણે આત્માને કઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારૂં કર્મ તે ઠેષ. તેમજ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનના-પરિણામ જગાવનારૂં કર્મતે મેહ. ટીકામાં “રાગ વેદનીય કર્મ” એ પદ , તેને અર્થ રાગરૂપે વેદના એટલે ભેગવવા ગ્ય કર્મ એ સમજ. રાગાદિ પદને અર્થ રાગ-મેહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામે લઈ શકાય. આ રાગદ્વેષ-મેહથી અત્યંત રહિત તે વીતરાગ. મેહને જેમણે આત્માની અંદર દબાવી તેને ઉદય સંપૂર્ણ ફેક્યો છે, એવા ઉપશાંત–મેહી પણ વીતરાગ હેય છે, જ્યારે અહિં તે સર્વથા ક્ષીણમેહી અને સ્વસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે “સર્વજ્ઞ એ વિશેષણ મૂક્યું. સર્વજ્ઞ એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન-એ એ સર્વકાળના સર્વ દ્રવ્યને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્ત શાસ્ત્રાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તે સરાગ છે, તેથી અહીં સર્વાની સાથે “વીતરાગ”એ વિશેષણ મૂક્યું. વીતરાગ-સર્વજ્ઞ તે સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે, તે અહિં નથી લેવા,