________________
૭૭
પંચસૂત્ર-૧ લુ ( પાપપ્રતિઘાત-ગુણખીજાધાન ) णमो वीअरागाणं सव्वष्णूणं देविंदपूइआणं जहट्ठिअ वत्थुवाइणं तेलुक्कगुरूणं अरुहंताणं भगवंताणं ।
અ –વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, યથાસ્થિત વસ્તુવાદી ત્રણલેાકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરૂં છું. વિવેચનઃ—હવે પાંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં ‘નમા વીયરાગણાં' એ પહેલું વાકય મંગળાચરણનુ' છે. શુભ કાના પ્રાર ંભે મંગળ કરવું જોઇએ, જેથી વિશ્નો દૂર થાય. શુભ કાર્ય કરતાંજ વિજ્ઞો નડે છે, માટે ત્યાં મગળ જોઇએ. અશુભ કાર્ય કરતાં વિશ્ન નડે તે સારૂં, કે જેથી અશુભ કરતાં અટકીએ; પણુ અશુભમાં તે વિશ્નો ન આવીને પાપની સગવડ કરી આપે છે ! એ વાત અજ્ઞાની સમજતા નથી તેથી અશુભથી શા સારુ પાછે હટે ? મંગળ વિજ્ઞોના નાશ કરે તેવું કૌવતવાળું છે. મ`ગળ ઇષ્ટ દેવતાના સ્મરણથી-નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહત વીતરાગ પરમાત્મા એ સર્વ શ્રેષ્ઠ ઇષ્ટદેવ છે, તેમને કરેલા એક નમસ્કાર પણ વિષ્રોના નાશ કરવા પૂરતા છે. ભાવનું મહત્ત્વ : ક્રિયાના ટેકાઃ
વીતરાગ પરમાત્મા અનંત ગુણના અને અનંત જ્ઞાનના ધણી છે. એવા એમનું ધ્યાન, અને ઉચ્ચ કેટિના એમને સંકલ્પ એ ઘણાં કની નિર્જરા કરાવવાના સામર્થ્યવાળા છે. પણ નમસ્કાર ભાવથી થવા જોઇએ. જેટલી ભાવમાં કમીના તેટલી જ ફ્ળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દેષ આપણા