________________
૭૬
હોય તે કરીએ.” આવા આવા લેચા વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યા જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જે આરાધક ભાવ હોય તે આરાધના શક્તિસંગે મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ તેમ આરાધક ભાવ વધતો જાય.
જગદગુરુ મહાવીર પરમાત્મા એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચકવત થયા. ત્યાં એમણે એક ક્રોડ વરસ ચારિત્રની આરાધના ચક્રવતી પણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે, ચક્રીપણુને વૈભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમા ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખે ય વરસ માસખમણના પારણે માસખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર માસખમણની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસસ્થાનકની આરાધના કરી ! એ અદ્ભુત આરાધકભાવ વધાર્યો કે એમાં તીર્થકર નામકર્મ ઉપામ્યું! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજનમે ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધકભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે.