________________
અહીં સાવધાની બહુ રાખવાની છે, કેમકે જગતના સંગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે!
એટલે જ જે એવા બાધક સંગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષપશમ ટકાવી રખાય તે આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે.
જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મેહનીય આદિ કર્મના આંશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જે આ ક્ષપશમ સાનુબંધ હેય તે ઉત્તરોત્તર પશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે. પણ જે નિરનુબંધ હોય તે ક્ષયોપશમ ટકતું નથી, તેથી પાછો કર્મને ઉદય ચાલુ થઈ જાય છે ! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધકભાવમાં ચડી જાય છે. આને અર્થ એ કે ગુણ ટકાવ હેય તે ક્ષયપશમ ટકાવવું જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ. અનાયતન એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત ગુણના શેષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન. દા. ત. બ્રહ્મચર્ય પાળવું હોય હોય તે વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન. એમ સમ્યગુદર્શન માટે મિથ્યાષ્ટિના પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રુચિ સામે કૃપણના પરિચય એ અનાયતન; કેમકે એ વાતે એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ ક્ષયોપશમના ઉપાયઃ
(૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પોતાની