________________
૪૯
નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, બસ આખા દિવસની આધિ. આખો દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, ક્યારે સાંજ પડે ને ઘેર જઉં ને તપાસું કે બધું બરાબર છે કે નહિ! વાત વાતે ભય. ભયનું કારણ ન હોય છતાં પણ ભય લાગે કે “હાય, હાય! બધું જતું રહેશે તે?” ભયને લીધે કેઈક અસત્યની, પ્રપંચની, હિંસાની, કષાયેની
જનાઓ મનમાં ઘડે. જરૂર પડ્યે એ આચરવા ય ન પડે, છતાં ભય એ પાપને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમાં રૌદ્ર ધ્યાન પણ સંભવે. એમાં આયુષ્ય બંધાય તે મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગતિમાં ભટકે ! કેમકે પાપના અનુબંધ લઈને અહિંથી ગમે છે. ભયવાળાને અસમાધિને પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ “રાતના સૂતી વખતે દરવાજે તે બંધ કરે નથી રહ્યો ને ? બધું બરાબર પેક કર્યું છે ને?” રાતના જરાપણ અવાજ થતાં એમ થશે કે “ એ ચારને અવાજ તે નથી ? કેઈએ તિજોરી ખેલી ? ” જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયને પાર નહિ. ભયમાં ધર્મકિયા ચૂકાય તે પરવા નહિ. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતે નથી માટે તેને ભય નથી. “ સાધના અટકી તે કંઈ વાંધે નહિ; કાલે કરશું. શું ઉતાવળ છે? વખત ક્યાં વહી ગયે છે?” ધર્મ આખો ખવાય તે ભય નહિ ! “સંસારની સામગ્રીમાં ટાંચ ન પડવી જોઈએ.” આ લત ! ભવાભિનંદીને સમાધિને સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી, એટલે દુન્યવી ભમાં સમાધિ ગુમાવી રહ્યો છે! અસમાધિને એને ભય કે