________________
અવશ્ય સબીજ-ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે થોડા જ કાળમાં કમશઃ મુક્તિ અવશ્ય ભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે.
પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મેહની અંધારી અટવીમાંથી અળગે કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી, અનંત જોતિ જગાવનારું છે. “પંચસૂત્રમાં કહ્યા મૂજબને કેમ તે દુર્લભ છે,” એમ કહી ભડકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતે આ જીવનમાં પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવામાં ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની-હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી વાતેથી કાંઈ ન વળે, ગુણેને ખપ કરવું પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણશે, એથી જ જન્મજરામરણાદિની જંજાળ વેઠવાનું અટકશે.
ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ ક્રિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દે ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે.
અવ્યવહાર રાશિ:-ધ્યાન રાખવાનું છે કે એમણે શ્રી ગદષ્ટિસમુચ્ચય નામના શાસ્ત્રમાં આ જ વાત કરી છે કે જીવ પહેલી ગદષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ એઘદૃષ્ટિમાંથી બહાર નીકળે છે. એઘદષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવામિનદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે