________________
૭૦
સાંસારિક સુખના ઈરાદે કરેલા ધર્મથી અનર્થ:
મક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલા વર્ષોલ્લાસ માગે છે ! એમાં તે આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તે એવી હોય છે કે હજીય સાંસરિક સુખ-સન્માનના ઉદ્દેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર ! પરંતુ પિતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે ! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ!તે એનું પરિણામ પણ કેટલું બધું દુઃખદ આવે છે! નરક-તિર્યંચાદિ ગતિએના જાલિમ દુઃખભર્યા ભવચકમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું !
અંગારમÉકે આચાર્ય અભવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, “મેક્ષ હોઈ શકે જ નહિ એવી એની સજજડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પિતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબધી ૫૦૦ શિખે કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ય કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પરખી, કેલસી પથરાવેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બેલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કેલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બેલ્યા “વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લો લે, કરો સંગીત.” એમ કહી એના પર