________________
ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર શત્રુને નિગ્રહ, ઈન્દ્રિય ઉપર અંકુશ, દયા-પાકાર-સૌમ્યતા-ધર્મશ્રવણ ઇત્યાદિ ઈત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે.
અહીં ગની પહેલી ચાર દષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય-નીતિ-સદાચાર-પરિગ્રહ પરિમાણુ, એ “યમ” અને (૨) તપ-સ્વાધ્યાય-ઈશ્વરધ્યાન-શૌચ-સંતેષ, એ “નિયમ તથા (૩) પદ્માસન, રોગમુદ્રા વગેરે “આસન, અને (૪) બાહ્યભાવનું રેચન (ત્યાગ) તથા આંતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ સાધવામાં આવે છે.
ગબીજ-વળી (૧) વીતરાગનું શુભચિંતન અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજભવેગ, (૪) અભિગ્રહે, ને (૫) શાસ્ત્ર લખાવવા-વંચાવવાદિ, એ પાંચ ગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણ : ગ્રંથિભેદ
ઉપર કહેલ આત્મદષ્ટિ અને દુઃખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સદ્ગુણ ને સમ્પ્રવૃત્તિ એ બધું જીવને જે શુભ ભાવ શુભ વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, એ યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (પ્રન્થિ) ભેદવા જે અપૂર્વ અળ ઊલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચરમાવર્તન પાછલા અર્ધ ભાગમાં જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વ અસ૬ રાગનું જોર રહે છે.