________________
આત્માને સરાસર બાદ રાખી કેવળ જડના તરફની દષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવર્ત કાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરતે રહ્યો છે. નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાય જીવનું અતિ સૂક્ષ્મ શરીર, કે જેમાં, ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સંખ્યા કરતાં પણ, અનંતગુણી સંખ્યામાં જ હોય છે. એ જેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત અને કેટલીક વાર તે ક્ષુલ્લક ભવ તરીકે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય તેય એટલું બધું અત્યલ્પ આયુષ્ય. સર્વ નારકીઓથી અનંતગણ દુઃખવાલે આ બધેય અનંત કાળ એકલા સુક્રમ નિગદના જ અવતાર. બીજો બાદર નિગોદ કે પૃથ્વીકાયાદિને વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિને જીવ ગણાય છે. અનંતા જીના દરેકના કર્મ જુદા, એની ભેગા એક જ શરીરમાં અનંતીવાર પુરાઈ અનંત દુઃખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણું જીવે અનંતા પસાર કર્યા છે, એ જે લક્ષમાં લેવાય તે અહિં મળેલ અનુપમ તત્ત્વ-દષ્ટિના સંગેનું. મહત્વ સમજી એ સંગેનું સુંદર ફળ ઉપજાવી લેવા પુરુષાર્થમાં લાગી જવાય.
વ્યવહાર રાશિ –એવી અનાદિથી ચાલતી એક સરખી સૂમ નિગોદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કઈ એક જીવ મોક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હોય તે જીવને થાય છે. પછી બાદરનિગદ વનસ્પતિકાય દા. ત. કંદમૂળ, લીલ, સેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાય આદિ સ્થાવરકાયમાં તેમજ શ્રીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચઢવાનું, પડવાનું,