________________
ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિને જીવ ગણાય. એમાં અનંત જન્મમરણાદિ દુઃખે અનુભવવા પડે છે! પ્રાપ્ત જીવનની બાજી હારે તે નીચેની નિમાં જાય, અને તે તે ઊંચે ચઢે છે. આ હાર-જીતમાં ક્યારેક મનુષ્ય જન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર બને છે. છતાં જીવનની બાજી હારવાના પ્રતાપે પાછું ચેરાશી લાખને ચક્કરે ચઢવાનું થાય છે. એમાં સૂક્ષમ નિગોદમાં જાય, છતાં હવે એ વ્યહારરાશિને જ જીવ ગણાય.
કૃષ્ણપક્ષ:ચરમાવત:-જીવનની બાજી હારવાનું શાથી? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ-રસિયો, એકલી વિષયતૃષ્ણા, સ્વાર્થ અને અહંત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ બન્યું રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતે રહે છે કે કદાચ સ્વર્ગાદિ–સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠેર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાને ઝાંખો શુકલપક્ષ પણ એને બિચારાને સાંપડતું નથી. એ તો જ્યારે હવે મોક્ષ પામવાને એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી હોય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્ત કાળ પણ કહે છે. ચરમાવર્ત કાળમાં આવવાનું જીવની પોતાની કઈ હોશિયારી કે પુરુષાર્થથી નથી થતું, કિન્તુ પિતાને અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ તથા
અનાદિથી અહીં સુધી એટલે કાળ પસાર થે,–આ બે તના પ્રભાવે થાય છે. ભવ્યત્વ મોક્ષમાર્ગ માટેનો પાસપોર્ટ:
ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યેગ્યતા. જેમ નદીની રેતી ઘડે બનવા માટે અગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડો