________________
મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નિવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તે ય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ” એટલે નિસ્સાર. ભવાભિનંદી જીવ નિસ્સાર પ્રવૃત્તિને આચારનારે હેય છે. કહે કે એને નિષ્ફળ બને એવા કાર્યો સહેજે કરવા મળે. જેના ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્માતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના ગે પાછા વળવાનું તે એને બાજુએ રહ્યું, ઉલટું એવા કાર્યોને એને દ્વિગુણે આગ્રહ વધે. એ વધુ ને વધુ નિષ્ફળતા મેળવતે જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષમી મળી હોય, તે ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાંતિ મળતી નથી. હૈયામાં હળી સળગે છે; પાછળ નુકસાન અને પશ્ચાત્તાપને પાર નથી. કાર્યમાં ભલીવાર નથી. એના નિષ્ફળ પ્રયત્ન એનામાં દેષો વધુ ખીલવે છે. નિસ્સાર ઉદ્યમ જડતા વધારે છે.
ભવાભિનંદિતાના દોષની સહજતા-ભવાભિનંદિતાના આ બધા ક્ષણ ટાળવા માટે ખાસ કાળજી રાખવાની છે; પ્રતિ ક્ષણ જાગ્રત રહેવાનું છે. કારણ કે, દુર્ગણોને અભ્યાસ અનંત કાળને છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દન અપરિચિત. ક્ષુદ્રતા સહેજે આવે, ઉદારતા મુશીબતથી લાવવી પડે. લેભ સહેજે થાય, સંતેષ રાખવે મુશ્કેલ. ઘડી ઘડીમાં દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડે ઈર્ષ્યા બહુ સહેલી, કેઈનું પણ સારું જોઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવું પડે. મન ઉગ કરાવે પણ દિલ જે પ્રેમ કરાવે, તેય