________________
જવા છતાં તને ક્યાંથી પામી શકત ! ” સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે. બન્ને જણ કૂવામાં નરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા બેઠા કઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસે વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જે પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તું મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાતા થેલી આપણા બનેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે! ખાવા તે ભાતું કામ આવે, હીરા માણેક નહિ!” ચન્દ્રકાન્તને પતિના આવા આવા તાત્વિક બેલ પર ધર્મશ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટવા આવ્યું અને જણ ચિંતા કરે છે કે “અરે ! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમજ મરવાનું? ક્યારે આ વિકૃપસમાં કૂવાની કેદમાંથી છૂટવાનું? સદ્ભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસે કૂવાપર પાણી લેવા આવતાં ચન્દ્રકાન્ત બેલે છે, “અરે? અમને બહાર કાઢે” પેલાએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહને ભેજન-સત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદુ અને પિતાની જ ધન થેલી જુએ છે! ચન્દ્રકાનતે તરત કલ્પના કરી કે કોઈ શિકારી પશુથી મરાયેલ નેકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દઢ કરી જઈ બનેએ ચારિત્રમાર્ગ અપનાવ્યા. સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી !
(૭) સાતમ દુગુણ અજ્ઞતા:-અજ્ઞતા યાને અજ્ઞાનના બે ભેદ, (૧) મૂર્ખતા, અને (૨) મૂઢતા. મૂર્ખતા છે એટલે
એથી
મીઠી
તે મe