________________
૪૮
રાખવાથી શું વળ્યું? જવાનું તે જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બળ્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂક્યો નહિ, પિતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું.
ભયભીતને તે ખાય તે પણ ભય; ખરચે ભય; ખૂટી જવાને ભય; લુંટાઈ જવાને ભય, કેઈ માગી જશે તે? એ ભય, સરકાર કાયદા કરશે તો? એ ભય, માન જવાને ભય, સત્તા જવાને ભય, નહિ સચવાય, પિતાના તાબામાં નહિ રહે. કહ્યું નહિ માને, તેને ભય! કેવા ભયના ઘા ! ભયની ઘર પરંપરા! ભય અજપિ ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમાં ને ભયમાં સુખે ખાય નહિ, ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ; સુખે નિદ્રા નહિ, સદ્દબુદ્ધિ નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આ રાખે, અમૂલ્ય ધર્મ–સાધનાથી વંચિત રાખે, કેમ? એક ભય! “ગુરુ પાસે જાઉં ને દાનનું કહે છે? તપનું કહે તે માટે જવું જ નહિ.”
સજજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલ્પના છે. એ જીવનને હાથે કરી અકારૂ બનાવે. પોતાના હાથે પિતાના ઉજજવલ જીવનને એ મલીન કરે, ડરપેક બને, અસત્ય કલ્પનાએ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તે સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃણું છે ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે, સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી તીજોરી બંધ કરી કે