________________
જીતી આવેલા મુનિ અહીં ઈષ્યને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વેશ્યાને ત્યાં મારું કરવામાં દુષ્કર-દુષ્કર-કારકતા શી ? બીજા માસે ગુરુની ના છતાં કોશાને ત્યાં ચેમાસું કરવા ઉપડ્યા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌંદર્ય વાળી કેશાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ! એમના પર કામવાસના ચઢી બેઠી! વેશ્યા આગળ ભેગની પ્રાર્થના કરે છે. વેશ્યા શ્રાવિકા બની છે, એટલે સમજી ગઈ કે આમ તે સ્કૂલભદ્રજીને ઈર્ષોથી આ ચાળે કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા? હવે એ કેવળ શિખામણથી માર્ગ નહિ આવે. એમને તે જરા ચમત્કાર દેખાડે જોઈએ. એમ વિચારી કહે છે કે “મહારાજ ! અમે તો વેશ્યા, નાણું વિના અમારે માલા ન મળે.” પેલા દીન બની કહે છે, “પણ હું પૈસા ક્યાંથી લાવું?” વેશ્યા કહે “જાઓ, નેપાળ દેશનો રાજા નવા સંતને રત્નકાંબલ ભેટ આપે છે તે લઈ આવે.” મુનિ ઉપડ્યા નેપાળ ! લઈને પાછા વળતાં જંગલમાં ચારે લૂંટવા આવ્યા એમને દીનતાથી પગે પડી પિતાની સ્થિતિ દયામણુ ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યા? ક્ષુદ્ર યાચના, વિષયલભરતિ, દીનતા ઈત્યાદિ કેટે વળગ્યા. ચેરેએ દયાથી છેડ્યા. રત્નકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે “લે, હવે તે નાણું પહેર્યું ને? વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી? મુનિ ગભરાઈ જઈ કહે છે, “અરે! અરે ! આ તું શું કરે? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે?” બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, “અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની