________________
અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું.! જરા ગયું તે “કેમ ગયું' થાય. કેવી મૂર્ખતા! જેને સ્વભાવ જવાનું જ છે તેને મારું કરી બેસવું છે! અને જે પ્રાપ્ત કરીએ તે પછી એ જાય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે ! ક્ષુદ્રતા જીવને વિવેક-શૂન્ય રાખે છે. લેભરતિ અને લાભરતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે ! દીનતા નિત્ય દુઃખી રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના - ૧-આજીવન દુઃખક્ષય સાથે કર્મક્ષય, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખને ક્ષય, અર્થાત્ મનને એછું ન લાગે, મન, મસ્ત રહે, તૃપ્ત રહે, અને એની સાથે નિર્જરા અને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ, અને ૩. ભવાંતરે બોધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજું મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજ્જવલ બને. ટૂંકમાં, અહિં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તે દીનતા છોડવી જોઈએ.
(૪) ચેાથે દુગુણ માત્સર્ય એટલે ઈર્ષ્યા, ષ, ખાર, વેરઝેર, મેઢું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારૂં ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે ક્રમસર પ્રમત્ત, સર્વવિરતિધર દેશવિરતિધર, સમ્યકત્વી અને મેક્ષરુચિવાળા મિથ્યાત્વી, ત્યાં સુધીની જીવની દશા ગુણની છે. તેની નીચે ભવાભિનંદીની સ્થિતિએ ગુણ વિનાની દેષભરી દશા) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબુત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કેઈનું