________________
વયાવચ્ચને સુંદર લાભ આપ્યો, એ અહોભાગ્ય અમારા ! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધારજો, લાભ આપજે !
વિહાર અને સાધુતાની સામાન્ય ગેચરીને કાયર, દિન હીન બનેલા કંડરીકમુનિને જવાની ઈચ્છા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે “સિધાવો અહીંથી, એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તે કરવું પડ્ય; પરંતુ મન મીઠા સ્નિગ્ધ રસનું લાલચું અને તેથી દીન કંગાલ બનેલું, તે થોડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યું. દેદાર જોતાં સમજી ગયે “છતાં સ્થિરીકરણ ઉપવૃંહણાપૂર્વક કરવું” એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણું દઈ વંદના કરી કહે છે
ભાગ્યવંતા છે, દીર્ધકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી ! કેવા પરાક્રમી કે રાજશાહી વિષયના બંધન ફગાવી દઈ મેહના કુરચા ઉડાવી રહ્યા છે ! હવે ગુરુમહારાજ પાસે જ જશે ને?” કંડરીક મુનિ બોલતા નથી.
રાજાએ જોયું કે તલમાં તેલ નથી તેથી પૂછે છે, “શું ગલીચ ભોગ જોઈએ છે?” કંડરીક નિર્લજજ અને દીન થઈ આંખ માથું નમાવી હા સૂચવે છે. એ જ વખતે પુડરીક રાજા એને પિતાને વેશ આપી એને વેશ પતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્ક-શીત-સંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એ જ રાતે પીડા ઊભી થતાં ઊંચા ઊછળતા ભાલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને જમે છે! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર