________________
४७
સંપત્તિ કરતાં કેટલી બધી ઊંચી કિંમતના દર્શને-જ્ઞાન-ચારિત્ર રત્ન તમને આપ્યા ? અને તમેય કેટલાંય જમેના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિ ભરેલી દેહ ખાળમાં નાખતા શરમ નથી આવતી ?” મુનિ તરત બેધ પામી એને ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે.
થડી પણ ઈર્ષ્યાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહ્મી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડ્યુંમાટે ઈષ્ય ભૂંડી. તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુદન-ગુણાનુરાગ નાશ કરે છે; મોટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે. અસદ્ધ આવેશ -અભિનિવેશમાં ફસાવી જીવને એટલે બધે નીચે પટકે છે કે કેઈને માનવા તૈયાર નહિ. શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ, એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે.
(૫) ભય –દીનતામાં પોતાને ન મળ્યાનું દુઃખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પિતાને મળેલું ખેવાય તે ? એ ચિંતાનું દુઃખ છે. ત્રણેય દુઃખ ભંડા. એમાં ભય વિલક્ષણ! દુધ્ધનનું પ્રબળ કારણ ભય. ભયથી ભવ નીપજે, ભયથી ભાવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે? નાશ પામશે ? દુઃખી થઈશ તો?—એ જ હાયય, વિષયકષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “ સર્વ સંપત્તિને ઈજારદાર પિતે ! લેશ પણ આપત્તિને વેગ્ય નહિ ! ” કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઊભા કરે, સુખ નષ્ટ કરે, તેને નિયમ નહિ. તે પછી ભય