________________
૩૫
ત્યાંથી આવેલા સિંહ-કેસરિયે લાડુ જોયે, તે સાધુને વહેરાવી ખૂબ ખુશી ખુશી થઈ ગયે. સાધુના ગયા બાદ પણ માને છે કે “ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાને લાભ મળ્યો!' એટલામાં પડેલી આવી પૂછે છે કે કેમ? પેલે લાડુ ખાધે કે ? આ કહે “અરે? એને તે સુંદર લાભ મળ્યો !” પેલે કહે “અરે, શું મારા ભાઈ ! લાભ તે ઘણું ય લેવાય. આ તે એક ચીજ હતી. લાવે છે એ શેમાં મૂક્યો તે ?” મમ્મણે ભાજન આપ્યું. એમાંથી કણિયા ચૂંટેલા જોઈ મમ્મણને કહે, “ચાખો આ.” મમ્મણ ચાખીને ચકિત થઈ ગયો “વાહ, આ તે કેઈ અવ્વલ ચીજ છે ! અરે! હું ભૂલ્ય. રહે હમણાં જ જઈ લાડવે પાછો લઈ આવું ગમે. ગામ બહાર નીકળતા મહારાજને બૂમ મારી “મહારાજ ઊભા રહેજે” મહારાજ કહે “ભાઈ ખપ નથી.” આ કહે “ અરે પણ મારે ખપ છે.” મહારાજ સમજ્યા કંઈક બાધા-નિયમ લે હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે “બાપજી જરાક ભાઈસાબ ! માફ કરજે તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ફરી પણ પધારજો, જગ હશે તે હું બીજા બહુ લાડવા વહેરાવીશ. પણ હમણાં તે ભાઇસાબ, મને પેલે મારે લાડ આપે. ” સાધુ કહે “એ ભલા માણસ ! દાન કર્યા પછી પાછું મંગાય ?” “મહારાજ ! એ હું સમજું છું, ન મંગાય પણ જરાક મને એની તૃષ્ણ જાગી છે. તે ઘો ભાઈસાબ મારે લાડ.” સાધુ સમજાવે છે “અરે મહાનુભાવ! એ તે હવે ચારિત્રનો માલ થઈ ગયે, તે સાધુને દેવાય, ગૃહસ્થને નહિ.” “એ બાપજી ગમે તે હોય, પણ મને એનો મેહ લાગી ગયે છે એટલે તમારે પગે પડું, ઘો મને, ,