________________
કરે, ગુરુનો ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજજડ રાખે છે. ધર્મ-સાધનાને પૌગલિક લાભ-લોભના ઢાંચામાં ઢાળે છે! એને એને એટલો બધે પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય-વિષયેના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે
લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણોને નાશક છે! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે! અનંતાકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે ! જીવને નિજના મુક્તિના અનંત આનંદથી તે દર શું, પરંતુ અહિં પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારે છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે. એને જ ઉપાદેય માની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તે પરિણામ કેવું ? સુભૂમ ચકવતી રાજ્ય-લોભની વૃદ્ધિમાં, ચકી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઇન્દ્રિયવિષયના લેભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લોભની રતિમાં...વગેરે કઈ પામર મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણને પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લોભની ચીકણી રતિ હૃદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફોલીક્લી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકે પ્રસંગ આ પ્રમાણે છે મમ્મણનું દૃષ્ટાંત -
મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતે. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કોઈને