________________
૩૯
ગા. એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચાર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર તંત્રને, ગુણને, હોશિયારીને, કે નિષ્પાપતાને સિક્કો મારે એ ભવાભિનંદીનું બીજું લક્ષણ.
ત્રીજે દુગુણ દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ સંપૂર્ણ જઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તે પણ ટેવ રેરણા રેવાની ! હંમેશને અસંતેષ! ગમેતેટલું મળે, ગમે તેટલું સચવાય, તે પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તે જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની ? કોઈનીય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં બેટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલા સંતોષને બદલે ન મળ્યાને ખટકે થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શેક કરે અને પુરે છે ! ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીએ અને ચાપલુસી કરે છે ! સદાને માગણિયે તે કૂતરાની જેમ દીન બની ચાટુ કરીને માન-માગ કરવામાં એને શરમ નહિ ! પિતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, ફૂળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામાં પરવશ બને છે.
સંસાર પિતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તે પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તે જડ પદાર્થોના સંગમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે, તે પણ મહાદુઃખની ફેજ લાવનારા ! ત્યાં સુખની આશા શી?