________________
લાભ પર શાબાશી? આત્માને કાળે મેશ કરનાર લેભમાં ઉજમાળતા ? લાભ તો પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તે વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તે ગમે તેટલી ઝંખના, દેડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતું. કદાચ પાપેદયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પૂંઠે શું પડવું? આત્મામાં પાપ ગંજ ખડકે એવા તુચ્છ માન-માલને લાભ શો કરે? લોભ તે સુકૃત, સદાચારે અને સદ્ગણોને જ કરાય, જેથી સુસંસ્કારે વધે. સત્તા-સંપત્તિ -સન્માન-વિષયસુખના લાભથી તો જુગજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારે દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભમાં ક્યાં મળવાની? એ તે એને નિમૂળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય ? ” આ વિચાર નથી. ઈચ્છાઓના ધાડેધાડા હદયમાં ઘુસે છે. ચિંતાને હુતાશન સળગે છે; કારમાં પાપ કરવામાં આંચકે નથી આવતું, ભાઈ ભાઈના કે પિતાપુત્રના જેવા પવિત્ર સંબંધે ગંદા બનાવાય છે; મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સો, પ્રપંચ વગેરે અનેક દુર્ગણે આત્મામાં જીવંત થાય છે. આવા અનેક અનર્થોને લાવનાર લેભમાં ખુમારી અને મગ્નતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ! ત્યારે એ એ લાભ અને લાભ ભવાંતરે જીવને ક્યાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે- જીવ ! લાભ લાભથી જરા પાછે વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન