________________
મલે તો કેવું સરસ !” એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું શાસ્ત્ર-શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાયે જાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણને સ્વીકાર યાને ધર્મગુણ પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય.
આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કર્મ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોને બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભની પરંપરા ચાલે એવી સ્થિતિ ઊભી થાય છે. એને પુણ્યાનુબંધકર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તીવ્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ધર્મગુણની રૂચિ ઊભી થાય છે.
સારાંશ-ગુણબી જાધાન કરવાની લાલસા હોય તે એ પ્રાણાતિપાત-વિરમણ આદિ ગુણોનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે, એજ પ્રાપ્ત કરવા ચિગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અર્તવ્ય સમજાય.
એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મગુણેની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણો જ સાભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સમ્યક્ત્વ છે.