________________
છે. એ જ્ઞાન શુદ્ધ કિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્રવ્યની વિચારણા જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાને પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ ક્રિયા આત્માની પ્રવૃત્તિના ચકડોળને મિથ્યા ઘુમરડી લેતું અટકાવી સમ્યગ દિશાએ સવળું ફેરવે છે; આ જીવના અનાદિન “ લાવ, લાવના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર લેલે’ના ઉભા કરે છે; “આવ, આવ’ની વાત મુકાવી “જા, જાની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છોડવાના સંસ્કાર સીંચે છે. આ બધું સમ્યક ક્રિયા કરી શકે. ક્રિયા અને જ્ઞાનની વાતજ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીને આ સાર. એકલા જ્ઞાનવાળાને તે વાત કાંઈ અને ક્રિયા કાંઈ. તે ચાલે નહિ, શેભે નહિ. સફળ થાય નહિ. જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ કિયા જોઈએ. જ્ઞાન સાથે સમ્યક કિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મેહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શિલેશી ક્રિયા દ્વારા મેક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયું; હવે કિયાની જરૂર નહિ. પાપ-પ્રતિઘાત ગુણબીજ વિના બધું એળે -
પહેલાં પાપને પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આરોપણ થતું નથી. એ બંને વિનાને બધે પ્રયાસ અફળ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપને નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે