________________
મુક્તિ જે થવી જોઈએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ બન્યું ? કમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. કમિક પ્રયાસ વિના સાધુધર્મ ગમે તે રીતે લીધે હોય તે તે ગુણકારક નથી થતું કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે. નિબીજ ક્રિયા
ચારિત્રનું નજીકનું ફળ શું? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણ ફળ સુદેવપણું, સુમનુષ્યપણું, પુણ્યાનુબંધી પુણ્યાઈ વાળું ઊંચ ત્રીય દેવત્વ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે. નિબજ ક્રિયા છે. બીજ પાપ પ્રતિઘાતપૂર્વક ગુણબીજ પૂર્વ કહ્યું કે, અશુભાનુબંધ તેડી શુભાનુબંધ ઊભા કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુબંધી નથી બન્યું. દેવપણું ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે. અને અનંતીવાર નવમા પ્રિવેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ વેયક દ્રવ્ય ચારિત્ર વિના તે ન જ મળે. સાધુકિયા વિના શૈવેયકમાં ન જવાય. જીવે અનંતીવાર ઊંચી સાધુકિયા પાળી, પણ પછી સંસારભ્રમણ થયું, મુક્તિ ન મળી, એ બતાવે છે કે વિધિપૂર્વક-કમ પૂર્વક સાધુકિયા લીધી નહિ, પાપ પ્રતિઘાત જ ન કર્યો, ચારિત્રક્રિયાની તફડંચી કરી. આત્મામાં કાંઈ મહત્ત્વને પલટ કરે જોઈએ, એ વાત જ ન જાણું. સહન કરેલું કષ્ટ એળે ગયું. દેવલેક મળ્યો તેથી તે આત્માને અનાદિ જડાનંદને સ્વભાવ ગાઢ બન્યું, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયું. સાધુ બન્ય, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કંગાળ ! કેમકે સર્વે વિરતી લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાએ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં,