________________
२०
મનુષ્યને છે. અસંખ્ય તિર્યંચા સમકિતી અને વ્રતધારી દેશવિરતિ અત્યારે માજીદ છે, પણ સવિરતિ નથી. નરકમાં સમિકતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું-સવિરતિ સ્વીકારી શકાય છે; તે તે લીધા અને પાળ્યા વિના મિથ્યા-સપાપ પ્રવૃત્તિ કેમ અટકે ? ને સંસ્કારો કેમ ઘસાય ? સાધુધર્મની પાલના સિવાય અંતિમફળ મેાક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? પહેલા સાધુધનું પાલન અને પછી પાલનનું ફળ મેાક્ષ. ક્રમ આજ પ્રમાણે છે. આ ક્રમેજ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે.
દ્રાદશાંગી પ્રવચનના આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રુતના એ મહાસાગર છે ને એ અધાના સાર આ પચત્રમાં છે. જેણે પંચસૂત્ર ભણીને આત્મામાં પરિણમાગ્યું તેણે દ્વાદશાંગીનું નવનીત પરિણમાગ્યું. કેમકે દ્વાદશાંગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચસૂત્રમાંથી સારભૂત તત્ત્વરૂપે મળે છે. આખી દ્વાદશાંગી જુએ, એ વાત નજરે તરે છે-એક જ્ઞાન અને બીજી ક્રિયા. કાઈ પણ વાત જુએ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાની અગર ક્રિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના ક્રિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન લૂ લું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા અને જોઇએ:
ઢાંદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની–ક્રિયાની વાત છે, પણ ષડૂજીવનિકાય અને એના ઘાતક શાસ્ત્રના જ્ઞાન સાથે. ખારમા અંગ દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયાગ