________________
- ૧૩
એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તે ભૌતિક સુખ-સિદ્ધિએની જ અંધ તૃષ્ણ મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્કૃત્ય ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ નિંદ્ય દશા છે, એમ સમજી એને ત્યાગ થાય; ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણેને આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટ્યો કહેવાય.
બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણેના સ્વીકારની વાત છે. એના બીજનું આધાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે.
-બીજાધાન એટલે શું
કેઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરામાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ—ગુણ કેઈનામાં જેઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉદ્દગાર સરી પડે કે
અહે! કે સરસ ધર્મ—ગુણ! કે સરસ હિંસા-ત્યાગ! અહિંસા, સત્ય! વગેરે એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પર ધર્મગુણરૂપી ફળ પ્રાપ્ત થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ—ગુણની ચિંતા અર્થાતુ. અભિલાષા, ઝંખના થાય કે “મને આ ક્યારે મલે ?