________________
૧૭
પરિભાવના' એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોક્કસ રૂપના વ્રત-આચારાદિના પાલનનો વારવાર અભ્યાસ. સાધુધમ યાને સવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારનો ચારિત્રધર્મ બહુ ઊંચા ધર્મ છે, સવ બાહ્ય માયા અને અભ્યંતર મમતાદ્દિ છેડીને એ કરવાનો છે, અને તે પણ મન-વચન-કાયા-ઇંદ્રિયાની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છેાડીને મહાવ્રતો અને એની તકેદારીએ ના અણીશુદ્ધપાલન સાથે કરવાનો છે. એ માટે આત્મામાં તેવે વીર્યાહ્વાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતાનો શુદ્ધ અભ્યાસ કરવા જોઇએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુંદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઇ તથા એ અકલ્યાણ મિત્રોને સથા ત્યાગ કરી કલ્યાણમિત્રોનો ખાસ સ`સગ રાખી, ધર્મ-જાગરિકા આદિ સાથે કરવાનો છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ ચેાગ્ય બનાવવા જોઇએ.
6
જીવના સ્વભાવમાં શું લાગે છે ? :-પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્ચા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધનો સ્વપ્ને પણ ખ્યાલ આવ્યેા નથી. સાધુધર્મની કોઇ વાત કરે તા · એજ ખરેખર આત્માનો સ્વભાવ છે' એવું કયાં ભાસે છે ? સાધુધર્મમાં મુખ્ય તપ અને સયમ આવે છે, શ્રાવક-ધર્મમાં દાન અને શીલ આવે છે. હવે જીવને પૂછીએ કે તારા સ્વભાવ તપને કે ખાવાનો ? પૈસા દેવાનો કે લેવાનો ? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય-કષાયની ? સયમી એટલે તે ગમે તેવા રળીઆમણા વિષયા આંખ સામે આવે પણ મન વિષયમાં ન ભળવા દે. આવેા સ્વભાવ હજી સ્વપ્ને પણ નથી અનુભવ્યા. જાણે જીવના—સ્વભાવમાં