________________
૧૨
અહીં સૂત્રોનો આ કમ કેમ મૂક્યો ? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ કમથી પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપનો પ્રતિઘાત કર્યા વિના ગુણબીજાધાન થતું નથી, .અનેગુણબી જાધાન થયા વિના વસ્તુતઃ ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામને અંકુર ફુટતું નથીઅને તે ન થાય તે સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવનાન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાને હક નથી. આમ દીક્ષા ન લીધી, તે તેના પાલનનો પ્રયત્ન ક્યાં રહ્યો ? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મેક્ષ કયાંથી મળે ? મળે જ નહિ.
આ ક્રમ જાળવવાને બદલે જે કઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તે એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના કર્મો જ વસ્તુ પ્રાપ્ત થાય.
આ પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત જીવહિંસા, અસત્ય વગેરે દેષ-દુષ્કૃત્યો ઉપર સહજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથીજ ઓ હિસાદિત્યાગ આદરાય,