________________
ટીકાકારને મંગળ બ્લોક: નમસ્કાર -
શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે
प्रणम्य परमात्मानं महावीरं जिनोत्तमम् । सत् पश्चसूत्रक-व्याख्या समासेन विधीयते ॥
અર્થાત્ જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત્ એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કાર રૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિદનોને યાને અંતરાય કર્મનો નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવ–નમસ્કાર સુર્વણસિદ્ધિ કે અન્ય મહામંત્રો કરતા પણ મહા કિંમતી છે. માટે તે કહે છે ને કે
इक्को वि नमुक्कारो .. तारेइ नरं व नारिं वा ।
મહાવીર પ્રભુને કરેલ એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કેટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કેણુ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાસ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાને સ્વીકાર યાને આત્મસાત્ –કરણ જેટલું ઊંચું, તેટલું ફળ ઊંચું. આમ જે નમસકારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તે બીજી સદગતિ અને અચિત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી?
વચન સત્રસત્ય-સુંદર:-પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું “પંચસૂત્ર” નામનું શાસ્ત્ર. અહીં