________________
૨૫
સુરસુંદરી ચરિત્ર ઘાર એ રાગ જ કહેલો છે; અને તે રાગને લીધે જ લકે અસાર એવા વિષયસુખમાં આસક્ત થાય છે. - ક્યાં સુધી પુરૂષ તત્વજ્ઞાનથી અજ્ઞાત છે, ત્યાં સુધી તેઓ વિષયસુખને અનુસરે છે. , જ્યાં સુધી પ્રાણીઓના હૃદયમાં રાગસંબંધી આવી મૂઢતા કુરે છે, ત્યાં સુધી આ અસાર વિષયે સુખકારી લાગે છે. પરંતુ ગુરુના ઉપદેશ વડે જયારે તવાધ થાય છે અને પિતાના હૃદયમાં પુરતો વિચાર કરી, જેઓ સાર અને અસારને વિવેક જાણે છે, તેઓને વિષયસુખ કે પરિગ્રહ ઉપર આસક્તિ રહેતી નથી.
માત્ર અજ્ઞાનતાને લઈને જ રાગાદિકને વશ થઈ અનંત વેદનાઓ વેઠવી પડે છે.
તેમજ આ દુનીયાની અંદર દુર્લભ એવી મનુષ્યજાતિને વિષે ગાઢ પ્રેમથી બંધાયેલા જીવો રાગાંધ બની જે આપત્તિઓને અનુભવે છે, તેવાં દુખે નરકને વિષે પણ અશક્ય હોય છે.
વળી પ્રિયવસ્તુના વિયોગથી તપ્ત થયેલા પ્રાણીઓ વિપરીત આચારને આચરતા છતાં નરકસ્થાનમાં નારકીની માફક હંમેશાં બહુ દુઃખી થાય છે.
રાગથી માહિત થયેલા છ આલેકમાં વધ, બંધન અને મરણાદિક અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે. 'છેવટે મરીને તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે અને ત્યાં અનેક જાતનાં દુખેને સહન કરે છે. '