________________
સુરસુંદરી ચરિત્ર
૧૫૧ પછી પિતાની પાસેથી બારાકી પણ સર્વ ખુટી ગઈ. તેથી તેઓ ત્યાં રહેવાને અશક્ત બની ત્યાંથી નીકળી ચાલ્યા.
પિતાના નગર પ્રત્યે જવાની ઉતાવળને લીધે તે દિવસે ! અપશુકનને ગણ્યા સિવાય તે લકે ચાલતા થયા.
ત્યારબાદ બીજે દિવસે પ્રભાતકાલમાં તે સાર્થની ઉપર અકસ્માત્ ભીલ લોકેએ ધાડ પાડી.
તેઓએ કૈલાહલ સાંભળી તે સાથેના લેકે એકદમ ગભરાઈ ગયા. તેમજ ભીલ લોકોએ પ્રહાર શરૂ કર્યા.
સાર્થના લોકે જેમ ફાવે તેમ મુઠ્ઠીઓ વાળી નાસવા લાગ્યા. હું પણ ભયભીત થઈ ત્યાંથી નાસતાં ભાગતાં એકલી પડી ગઈ, જેથી એક દિશા તરફ હું ભાગી ગઈ. ભયંકર વનપ્રદેશ.
ભયને લીધે ચારે તરફ દષ્ટિ કરતી હું ચાલતી હતી, તેવામાં બહુ વૃક્ષે વડે ગહન એવું એક વન આવ્યું.
ક્ષણ માત્ર ત્યાં સ્થિરતા કર્યા બાદ મેં વિચાર કર્યો,
આ નિર્જન વનમાં મી જાતિએ એકલું જવું ઠીક નહીં.
તે સાર્થના સ્થાનમાં જઈ તે લોકોને મળી જવું, તે ઉત્તમ પ્રકાર છે.