________________
૨૨૬
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી સ્ત્રી સહિત ચિત્રગ વિદ્યાધરને તે અપકારી થયો, તેથી તે નવાહનની સર્વ વિદ્યાઓ વિછિન થઈ ગઈ. ચિત્રવેગ ચકવરી
ત્યાર પછી બહુ સમયના પરિચયવાળા કેઈ દેવે ચિત્રવેગ વિદ્યાધરને વિદ્યાઓ આપી, તેથી તે સર્વ વિદ્યાધરને ચક્રવત્તી થયા.
- ત્યાર પછી સર્વે વિદ્યાધરેંદ્રો પોતાની મેળે જ ત્યાં આવી તેને પ્રણામ કરવા લાગ્યા.
આ પ્રમાણે સર્વ હકીકત જાણીને મારા પિતાને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા અને તે કહેવા લાગ્યા.
હે ભવ્યાત્માઓ! આ સંસારની વિચિત્રતા જુઓ મનુષ્યના મને અન્ય પ્રકારના ઉદ્દભવે છે અને દેવના ચગવડે કાર્યોને પરિણામ કેઈ અન્ય પ્રકારને આવે છે.
હું એમ ધારતો હતો કે, પિતાના પુત્રને વિદ્યાધરોને ચક્રવર્તી કરીને કૃતાર્થ થઈશ. પશ્ચાત્ કેવલજ્ઞાની એવા પિતાની પાસે દીક્ષાગ્રહણ કરીશ.
પરંતુ તે સર્વ બાબત અન્યથા થઈ ગઈ.
માટે હવે નરકાદિકના કારણભૂત એવા આ રાજ્ય વડે શું કરવાનું છે? પિતાના ચરણકમલની સેવા કરવી, એ જ મને ઉચિત છે. કારણ કે, આ અસાર સંસારમાં ગુરુ શિંવાય અન્ય કઈ રક્ષક થતું નથી.