________________
૩૧૧
સુરસુંદરી ચરિત્ર હે કુમાર ! સાગરદનને પુત્ર સુબંધુ વણિક છે. તેની તે સુલોચના નામે સ્ત્રી છે. એમ સુમતિના કહેવાથી અનુક્રમે ઘોડાઓને ખેલાવતા કનકરથ પોતાને ઘેર આવ્યા અને કામદેવના બાણ વડે જીર્ણ થયું છે અંગ જેનું એ તે કુમાર સુચનાની પ્રાપ્તિને ઉપાય કેવી રીતે કરો, તેવા વિચારમાં પડી ગયે.
જે તેણના મુખકમલને વિષે ભ્રમરની લીલાને ન વહન કરૂં તે, આ મારી સંપદાઓ, અંત:પુર અને રાજ્યવડે શું ? અર્થાત્ તેણના વિના સર્વ વ્યર્થ છે.
જો કે સત કુલમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ પુરૂષોને આવું કાર્ય કરવું લોકમાં વિરૂદ્ધ ગણાય છે, તે પણ તેણીના વિયોગથી હું જીવી શકું તેમ નથી. માટે પ્રથમ દૂતિને મોકલી તેણીના હૃદયને શે વિચાર છે, તે જાણ્યા બાદ જે તેની પણ ઈચ્છા હોય તો તેને લાવીને હું મારા અંતઃપુરમાં નાખી દઉં.
એ પ્રમાણે વિચાર કરી તેણે ચતુર એવી એક પ્રવાકાને આજ્ઞા કરી;
હે ભગવતી ! જે પ્રકારે તે સુલોચના મારી સ્ત્રી થાય, તેવી રીતે તમે ગઠવણ કરે. પરિત્રાજિકાનું ગમન
કુમારની આજ્ઞા લઈ પરિત્રાજિકા પણ પોતાની હોંશીયારીથી તરત જ ત્યાં ગઈ અને એકાંતમાં સુચનાને