________________
૩૨૬
સુરસુંદરી ચરિત્ર અને ઉન્મત્ત સ્વરૂપમાં રહીને અનેક ગામ અને નગરાદિકમાં ભ્રમણ કરવા લાગ્યો.
તેમજ ક્ષુધા તૃષાની વેદનાથી બહુ પીડાવા લાગ્યો. વળી દીનતાને અનુભવતો તે નિર્જન પ્રદેશમાં બહુ દુઃખ ભેગવવા લાગ્યા. મનહર આશ્રમ
પ્રલાપપૂર્વક પરિભ્રમણ કરતે તે સુબંધુ એક દિવસ અનેક તાપસકુમારોથી ભરપુર અને વિવિધ પ્રકારના સેંકડે વૃક્ષે વડે દુગ્ય અને વિવિધ જાતિના ફલોના આધારભૂત એવા એક સુંદર આશ્રમમાં ગયો.
તે આશ્રમમાં રહેવાથી તેનું હૃદય કંઈક સ્વસ્થ થયું.
પછી કુલપતિએ પિતાના ધર્મને તેને ઉપદેશ કર્યો. તેને પણ સારી રીતે પ્રતિબંધ થયો.
પછી તેણે કુલપતિની પાસે તાપસી દીક્ષા ગ્રહણ કરી.
પિતાની સ્ત્રીના વિરહ દુઃખથી તેને હૃદયમાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયે, કંદ અને ફલેને આહાર કરી તે સુબંધુ તાપસ ઘેર તપશ્ચર્યા કરવા લાગ્યા.
બે, ત્રણ અને ચાર માસ વગેરે અનેક પ્રકારની તપ. શ્ચર્યાઓ ઘણા કાલ સુધી તેણે કરી છતાં પણ તેને વૈરાનુબંધ તુટે નહીં.
છેવટે તેવી સ્થિતિમાં કાળ કરીને તે પરમધાર્મિક દેવેની મથે અંબરીષ નામે દેવ થયો.