________________
૩૮૩
સુરસુંદરી ચરિત્ર બાદ તે દિવ્યમણિના જળનું તે બંનેને પાન કરાવ્યું, તેમજ શરીરે છાંટવાથી તે બંને જણનો એક સાથે સમગ્ર વિષવિકાર દૂર થઈ ગયે.
સર્વ વિદ્યાધર, પ્રિયંવદા તેમજ સમસ્ત પરિવાર વર્ગમાં બહુ આનંદ ફેલાઈ ગયે.
મકરકેતુરાજા પણ સંસારસ્વરૂપનું ચિંતવન કરતે છતે નગરમાં આવ્યું.
તેમજ પૂર્વાપર વિવિધ પ્રકારની આપત્તિઓ વડે નષ્ટ થયે છે જીવનસાર જેમને એવા પ્રાણીઓને સર્વજ્ઞકથિત ધર્મ સિવાય અન્ય કઈ શરણ નથી.
શૂલ, સપવિષ, વિસૂચિકા (કેલેરા) તીક્ષણશાસ્ત્ર અને અગ્નિના આઘાતવડે મુહુર્ત માત્રમાં પ્રાણીઓ દેહાંતરનું સંક્રમણ કરે છે.
એ પ્રમાણે જીવિતનું ચંચલપણું છે, છતાં પણ મેહગ્રહથી ગ્રસ્ત થયેલા અને વિષયમાં માહિતી એવા પ્રાણીઓ ઘમસાધનમાં પ્રમાદ કરે છે.
ત્યારપછી વિદ્યાધરો વિચાર કરવા લાગ્યા, અહો ! આ એક રાજા અને રાણી ઉપર માટી આપત્તિ આવી હતી, તે ધર્મ પસાયે દૂર થઈ ગઈ, તે બહુ સારું થયું.
એમ આનંદ માનતા કેટલાક વિદ્યાધરે હસ્તિનાપુરમાં ગયા અને રાજાને શાંતિની વધામણી આપી.