________________
૩૯૨
સુરસુંદરી ચરિત્ર આ વાત સાંભળી પ્રફુલ્લ થયું છે મુખારવિંદ જેનું એવા તે મેઘનાદે પણ પિતાની કન્યા તેને આપી.
બાદ તેણે ગંગાવત્ત નગરમાં મેટા વિભવ સાથે લગ્ન મહોત્સવ કર્યો. બાદ મદનગાને લઈ કુમાર પિતાના નગરમાં આવ્યો. જલવેગનો ઉપદ્રવ
હવે જલવેગ તે બંનેનું પાણિગ્રહણ સાંભળીને પિતાના મનમાં બહુ જ શોકાતુર થઈ ગયો અને તે કન્યાના વિયોગ વડે દુઃખી થયે છતે નરક સમાન પીડાને અનુભવવા લાગ્યો. તેમજ બહુ કે પાયમાન થઈ તે દુષ્ટ અનંગકેતુને મારવા માટે અનેક પ્રકારના ઉપાય ચિંતવવા લાગ્યા.
બહુ વિચાર કરતાં તેને એક ઉપાય યાદ આવ્યો. જેથી તે મદનવેગની પાસે જઈ કહેવા લાગ્યો.
હે મિત્ર! તે વાતને તું જાણતા નથી. તું મકરકેતુ રાજાને માટે પુત્ર છે અને તારી માતાનું નામ સુરસુંદરી છે. તારા જન્મદિવસે તને અહીં લાવેલા છે.
હે મિત્ર! એ લોકેએ આ તારૂં મેટું અપમાન કરેલું છે. વળી નિષ્ફર હદયના તારા પિતાએ તારા નાનાભાઈને યુવરાજ પદવી આપેલી છે.
| તારાં માતાપિતા તારા દર્શન માત્રને પણ કઈ - દિવસ ઈચ્છતાં નથી, દૂરદેશમાં તું રહેલો છે, છતાં પણ હંમેશાં તેઓ તને વૈરી સમાન જાણે છે.