________________
સુરસુંદરી ચરિત્ર
૩૯૯ હું જ્યારે દીક્ષા ગ્રહણ કરીશ, તે સમયે પિતાના રાજ્ય સ્થાનમાં તેને સ્થાપન કરીશ. એમ કહી તેને સે ગામડાં આપીને પોતાના વિશ્વાસુ પુરૂષની સાથે છેવટના દેશમાં મોકલી દીધે. તે પણ તેના હૃદયમાંથી વેરભાવ ગયે નહિ. ધૂમ્રમુખ યોગી
હરદેશમાં રહેલા અને કૃતન એ તે મદનવેગ વિવિધ પ્રકારના ઉપાયો વડે પિતાના પિતાને મારવાની ચિંતા કર્યા કરે છે. ફૂટકર્મોનું ચિંતવન કરતો એ તે દુષ્ટ રાત્રીએ ઉંઘતે પણ નથી.
પર્વતની ખીણમાં પલ્લીની પાસે રહેતો, તેવામાં ત્યાં મૂળીઆની શોધ કરતે ધૂમ્રમુખ નામે એક ગી આ .
મદનવેગે શયન, આસન, પાન અને ભેજનાદિક વડે બહુ તેની સેવા કરી. તેથી તે ચોગી તેની ઉપર પ્રસન્ન થયા.
તેણે મદનવેગને અદશ્ય અંજન આપ્યું. બંને નેત્રોમાં અંજન આપું એટલે તે અદશ્યરૂપ થઈ ગયે. પછી તે હૃદયમાં વિચારવા લાગ્યો
હવે હું વિરીને મારી નાખું. જેથી મારું મન શાંત થાય. કારણ કે, મારા પિતાના હાથથી પિતાને મારવા એજ મારો રાજ્ય લાભ છે વૈરીએ આપેલું રાજ્ય ભગવવું, તે નરકસમાન ગણાય છે.