________________
૪૦૬
સુરસુંદરી ચરિત્ર બાદ તેણે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. વિવિધ પ્રકારનાં દીનાદિકને દાન આપ્યાં. વસ્ત્રાદિક વડે મુનિ સંઘની ભક્તિ કરી.
પછી તીવ્ર સંવેગધારી એવા ભૂપતિએ બહુ વિદ્યાઘરે સહિત શુભલગ્નમાં ચિત્રવેગસૂરિના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી.
સુરસુંદરી એ પણ વૈરથી ઉત્પન્ન થયેલું દારૂણ દુઃખ સાંભળીને કનમાલા ગુણીની પાસે દીક્ષા વ્રત લીધું.
એ પ્રમાણે વ્રતની સિદ્ધિ વડે ત્રણે પૂર્વભવની બહેને અહીં એકઠી થઈ. તેમજ તેમના પૂર્વ ભવન, સ્વામી એવા તે ત્રણે મિત્રોને મેળાપ થયો. મકરકેતુ મુનિ * મુનિશ્રી ચિત્રગતિ વાચક (ઉપાધ્યાય)ની પાસે મકરકેતુ મુનિ અંગ તથા અન્ય સૂત્રને અભ્યાસ કરવા લાગ્યા.
અનુક્રમે ચિત્રવેગ આચાર્યની પાસે મૂલ અર્થ સાંભળવા લાગ્યા. કેટલાક સમયમાં બુદ્ધિની તીવ્રતાને લીધે તે મહાસત્વ સૂત્રોના અર્થની તુલના કરવા લાગ્યા.
તપની ભાવના વડે ભાવિત છે આત્મા જેમને, એવા તે મુનિ સત્વભાવનાનો અભ્યાસ કરતા છતાં રાત્રીએ Bતવન (સ્મશાન)માં કાર્યોત્સર્ગ કરવા લાગ્યા.