________________
સુરસુંદરી ચરિત્ર
૪૦૫
ખાદ્ય ગેાશીષ ચંદનનાં અનેકક્ષાથી વ્યાપ્ત એવા હિમાલયમાં તે સર્પ થયા.
હે નરેદ્ર ! સુરસુ`દરીની સાથે તું પ્રશ્નાત્તર કરતા હતા, તે પ્રસ`ગે તેણે પૂર્વના વૈરથી તને દશ કર્યાં.
પછી તારા અંગરક્ષકાએ તેને મારી નાખ્યા. ત્યાંથી મરીને તે મદનવેગ થયેા, તે તારા પુત્ર છતાં પણ પૂર્વના વૈરથી તને મારવામાં ઉક્ત થયા. અદૃશ્ય રૂપ કરીને જાજરાની અદર તને મારવા આવ્યા, તે સમયે ભાલાએથી હણાયેલા તે ભયને લીધે વિષ્ઠાના ખાડામાં પડી ગયા.
વિષ્ઠાના કીડાની માફક તે તેમાં ઘણા વખત રહ્યો. પછી કોઈક સમયે અશુદ્ધિને સાફ કરનાર પુરુષાએ તેનુ' દ્વાર જ્યારે ખુલ્લુ' કર્યું, ત્યારે ત્યાંથી રાત્રીના સમયે નીકળીને હું રાજન્ 1તારા ભયથી તે બહાર નાશી ગયા.
પાપના ઉદય વડે અનુચિત આહાર કરવાથી તેને કાઢરાગ થયા છે. અને તેના દુ:ખથી પીડાયેલેા તે હાલમાં બહુ દુ:ખી થઈ ફર્યા કરે છે. સકરકેતુના વૈરાગ્ય
એ પ્રમાણે સુરી'દ્રનુ' વચન સાંભળી, વૈરાગ્યભાવથી ઉત્પન્ન થયા છે વિરતિના પરિણામ જેને એવા મકરકેતુ રાજા સુરસુંદરીના દ્વિતીયપુત્ર અનંગકેતુને રાજ્યાસને સ્થાપન કરી પેાતે ગૃહકાર્ય માંથી નિવૃત્ત થયા.