________________
૪૦૪
સુરસુંદરી ચરિત્ર
તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને વનમહિષ (જ*ગલીપાડા) થયા.
પછી તે અરણ્યમાં દાવાનળથી મળીને મરી ગયા. ત્યાર પછી તે તીક્ષ્ણ તુંડવાળા અનેક કીડાઓથી વ્યાકુલ અને ક્ષુધાતુર એવી કુતરીના ગર્ભમાં કુતરાપણું ઉત્પન્ન થયા.
તેને જન્મે પાંચદિવસ થયા એટલે તેની મા મરી ગઈ. ત્યારબાદ બચ્ચાઓની પીડાના દુઃખને લીધે બહુ ભુખના માર્યો તેણીના પુત્ર તે ખીચારે કુતરા પણ મરી ગયા.
ત્યાંથી તે બ્રાહ્મણને ત્યાં ગળીએ મળદ થઈને
જન્મ્યા.
ત્યાં પણ તેને ચલાવવા માટે પરાણા આદિકના મારથી તે બહુ પીડાવા લાગ્યા.
બાદ બ્રાહ્મણુ પણ મથાકૂટ કરીને થાકયા એટલે તેણે ઘાંચીના ઘેર તેને વેચી માર્યાં. -
ઘાંચી પણ રાત્રીદિવસ ઘાંણીમાં તેને ચલાવે છે. ક્ષણુ માત્ર પણ છોડતા નથી. જેથી તે બળદ બહુ દુલ થઈ ગયા.
પછી તેના શરીરે કીડા પડ્યા અને આખુ શરીર સડી ગયું. છેવટે તે બહુ સમય સુધી પગ દશીને મરી ગયા.