________________
* સુરસુંદરી ચરિત્ર
૪૦૯ વળી શુભ પરિણામવાળા તે મુનિ શુકલ ધ્યાન વડે કર્માશને બાળી હાલમાં અંતકૃત કેવલી ભગવાન થયા છે. - જેમને સંસારને ભય હવે રહ્યો નહીં.
એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી મુનિઓ તથા સાદવીઓ પરમ વૈરાગ્ય ભાવના ભાવતાં હતાં.
તેટલામાં મશાન ભૂમિમાંથી શ્રી અમરકેતુ મુનિ - ત્યાં આવ્યા અને તેમણે કહ્યું
હે ભગવન્! ગુરુની આજ્ઞા વડે પ્રભાત કાલમાં ધનદેવ સહિત હું પ્રેતવનમાં મકરકેતુ મુનિની પાસે ગયું હતું. પરંતુ ત્યાં આગળ તે મારા જેવામાં આવ્યા નહીં, પણ જાજવલ્યમાન અંગારાવાળી એક ચિતા બળતી જોઈ. તેમજ ત્યાં આગળ ગધદક અને પુછપને સુગંધ - બહુ જ પ્રસરી રહ્યો છે.
આ વાત સાંભળી આચાર્યશ્રીને સંવેગ દ્વિગુણ થઈ ગયો.
બાદ પોતાના જ્ઞાન વડે સત્ય હકીકત જાણીને સૂરિ પણ કહેવા લાગ્યા, હે મુનિ !
બહુ દુઃખથી પીડાતો તે મદનવેગ ચાલતા ચાલતા અહીં આવ્યો અને પ્રેતવનમાં કાયોત્સર્ગમાં ઊભેલા પોતાના પિતાને જોઈ તે પાપી ચિંતવવા લાગ્યા.
હવે આ બૈરીને હણને પિતાને જન્મ હું સફળ કરૂં. ત્યાર બાદ ત્યાં આગળ લાકડા ભરેલું ગાડું લઈ કઈક ખેડુત જ હશે.