________________
૪૧૨
સુરસુંદરી ચરિત્ર [અકુશલ=અપ્રસિદ્ધ છતાં પણ તે વિદગ્ધ (પ્રસિદ્ધ થાય તેવી રીતે તમે પ્રયત્ન કરો. ગ્રંથકાર પ્રશસ્તિ
જગદૃબંધુ, તીર્થાધિપતિ, વીતરાગ અને સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારવામાં યાનપાત્ર સમાન શ્રી વિમાન નામે જિતેંદ્ર ભગવાન્ હતા.
તેમના શિષ્ય શ્રી સુધમ સ્વામી થયા. તેમના શિષ્ય શ્રી જબૂસ્વામી થયા, તેમના શિષ્ય શ્રી પ્રભવ સ્વામી થયા,
એ પ્રમાણે આચાર્યોની પરંપરાએ શ્રી વજીસ્વામી થયા,
તેમની શાખામાં લેક વિખ્યાત શ્રી જિનેશ્વરસૂરિ થયા.
તેમના શિષ્ય શ્રી અલ્લક ઉપાધ્યાય થયા, જેમના ગુણે બહુ નિર્મલ હતા.
વળી તેમના શિષ્ય દોષ [દોષરાત્રી) ને અંત કરનાર અને નિરંતર ગુણ સંપદા વડે વૃદ્ધિ પામતા સૂર્ય સમાન શ્રી વિદ્ધમાનસૂરિ થયા.
જેમને ધર્મ ઉપર બહુ જ રાગ હતું અને પાપ ક્રિયામાં ઠેષ હતું. તેમજ જેમની મિત્રો અને શત્રુઓ ઉપર સમાન દષ્ટિ હતી. એવા તે મુની દ્રના બે શિષ્ય થયા હતા.