________________
૪૧૦
સુરસુંદરી ચરિત્ર તેવામાં તે પ્રેતવનની નજીકમાં તે ગાડું ભાંગી ગયું, જેથી તે ખેડુત અસુર ડું થવાને લીધે પિતાના બળદ, લઈ ગાડાને ત્યાં પડતું મૂકી ગામમાં ચાલ્યો ગયે.
પછી બહુ અંધારૂ થયું એટલે તે પાપીએ ગાડામાંથી લાકડા લાવીને મુનિની ઉપર ખડકીને અગ્નિ સળગાવી સાધુને બાળી મૂકયા. .
અગ્નિાએ દેહને બાળે અને પોતે પણ સમભાવના. રહીને શુફલ ધ્યાન વડે કર્મોને બાળી નાખ્યાં. પછી તે અંતકૃત કેવલી ભગવાન્ થયા.
આ પ્રમાણે ઉપદેશ આપતા અને ઉલ્લાસમાન છે વીર્ય જેમનું એવા ચિત્રવેગ સૂરિનાં ચાર કર્મ ક્ષીણ થઈ ગયાં, જેથી કેવલજ્ઞાન પ્રગટ થયું.
તેમજ શુભભાવમાં રહેલા શ્રી અમરકેતુ મુનિ, ધનદેવમુનિ, કનકમાલા કમલાવતી, સુરસુંદરી અને પ્રિયંગુમંજરી એ સર્વેને પણ વિશુદ્ધ એવું કેવલજ્ઞાન પ્રગટ થયું.
તે સમયે દેવેએ અપૂર્વ વૈભવ સાથે કેવલજ્ઞાનને મહત્સવ કર્યો અને ઉચિત સમયે તે સર્વે મેક્ષ સુખ. પામ્યાં.
વળી પિતાના દુષ્ટ કમ વડે મદનવેગ અનંત. સંસાર પરિભ્રમણ કરશે.
માટે હે ભવ્યાત્માઓ! રાગ અને દ્વેષરૂપી કટ્ટ. શત્રુઓને તમે સર્વથા ત્યાગ કરે.