________________
સુરસુંદરી ચરિત્ર
૩૦૭ કરી ઘણા કાળની સાધેલી તે દુષ્ટની વિદ્યાઓને વિચ્છેદ કર્યો. તેથી તે પોતાના સ્વરૂપમાં આવી ગયો. અર્થાત્ મદનગપણે પ્રગટ થયો. - તેનું શરીર ભયથી બહુ કંપવા લાગ્યું, તેને જોઈ રાજાએ કહ્યું.
હે દેવિ ! એની આકૃતિ કુમારના સરખી દેખાય. છે. માટે જરૂર આ તારે પ્રથમ ઉત્પન્ન થયેલે ટે. પુત્ર છે, પરંતુ આ કોઈ અન્ય નથી,
એ પ્રમાણે રાજાનું વચન સાંભળી દેવી ભય, લજજા. અને શેકથી સંભ્રાન્ત થઈ ગઈ,
હવે તેજ દિવસે સુરનંદન નગરમાંથી કુટવચન. નામે જલકાંત રાજાને દૂત રાજકાર્યને માટે ત્યાં આવેલો હતો. તેને બોલાવીને રાજાએ પૂછ્યું. ' હે ભદ્ર ! પ્રિયવંદાની સાથે જ કે તરત જ જે પુત્રને નૈમિત્તિકના કહેવાથી અમે મોકલાવ્યા હતા, તે આ છે ?
વચન બેલ્યો. હા તે જ આ મદનગ છે.
એ પ્રમાણે દૂતનું વચન સાંભળી રાજ શેકાતુર થઈ ગયો અને ચિંતવવા લાગ્યો.
હજુ પણ પૂર્વને વિરોધી દુષ્ટ શત્રુ મારો પૃષ્ઠ. ભાગ છોડતા નથી.
સંસારની સ્થિતિને ધિક્કાર છે. પિતાને પુત્ર પણ છતાં દારૂણ વૈરી થયો છે. જુઓ તે ખરા ! કારણ. સિવાય કૈધને વશ થયેલો આ દુરાત્મા આવું પાપ કરે છે
: