________________
૩૫.
સુરસુંદરી ચરિત્ર જનનીના સંગમાં આસક્ત થયેલા પોતાના પિતાને મારવા માટે પુત્ર તૈયાર થયે.
હા ! હા! મહાકષ્ટ, આવા અકાર્યને ધિક્કાર છે.. આ સંસારવાસને પણ ધિક્કાર છે ! પિતાને પુત્ર જાણતો. છત પણ દ્વેષને લીધે માતાસહિત પિતાને મારવા તૈયાર થયો છે.
આ એક આશ્ચર્ય છે કે જે દ્વેષથી દુરંત એવો. આ દેષ ઉત્પન્ન થાય છે.
રાગથી દ્વેષ થાય છે. દ્વેષથી વરને સંબધ થાય છે. વૈરથી પ્રાણુઓના ઘાત થાય છે.
પ્રાણીઓના ઘાતથી ગુરુ એવા પાપકર્મોન બંધ. થાય છે.
પાપકર્મથી ભારે થયેલા પ્રાણીઓ તિર્યંચ તેમજ નરકના દારૂણ દુઃખમાં પડે છે.
દુઃખથી પીડાયેલા તેઓ પાપકર્મ કરીને પુનઃ સંસાર: ભ્રમણ કરે છે.
નરકમાંથી નીકળીને તિર્યંચમાં અને તિર્યંચમાંથી પુનઃ નરકમાં ગમન કરતો જીવ, સેંકડો દુખોથી ભરેલા ભવસાગરમાં વારંવાર ભ્રમણ કરે છે.
હે ભવ્યાત્માઓ ! આ પ્રમાણે દારૂણ એવી ભવ.. સ્થિતિને જાણ રાગદ્વેષને તમે ત્યાગ કરો. જેથી સેંકડો. ભાના કલેશમય સંસારસાગરને તમે ઉતરી જાઓ.