________________
- ૩૦૩
સુરસુંદરી ચરિત્ર જે સ્થાનમાં તારા પિતા રહે છે, તે દિશામાં પણ તારે જવાનો અધિકાર નથી. માટે હે મિત્ર! પિતાથી પરાજિત થયેલા તારા જીવિતનું શું ફલ?
ઈત્યાદિ વચનરૂપી મધ અને ઘી વડે હમેલો મદનગને મહાન્ દ્રષાગ્નિ જન્માંતરની પરંપરાથી બાંધેલા સંબંધના યોગ વડે એકદમ પ્રજવલિત થયો.
રેષને સ્વાધીન થઈ તેણે કહ્યું.
હે મિત્ર ! તે વૈરી મારે પિતા ક્યાં છે? ચાલ મને તું બતાવ; તેથી તે પાપીને તેની અવજ્ઞાનું ફૂલ હું બતાવું.
તે સાંભળી મનમાં બહુ ખુશી થઈ જલવેગ બાલ્યો. - તીકણધારાઓથી દેદીપ્યમાન અને વિશાલ ખગ તથા ગદાઓને ધારણ કરતા અનેક વિદ્યાધરો તારા પિતાની - રક્ષામાં હાજર રહે છે. માટે ત્યાં તારા જેવાને પ્રવેશ પણ દુર્લભ છે.
હે મિત્ર! રૂપપરિવત્તિની કુલ પરંપરાથી પ્રાપ્ત થએલી એવી એક વિદ્યા હું તને આપું છું. તેને તું
સ્વીકાર કર. જેથી તું સ્વ૮૫ સમયમાં પોતાના મનોરથને સિદ્ધ કરીશ. એમ કહી તેને વિદ્યા આપી.
મદનવેગે પણ અરણ્યમાં જઈને અનુક્રમે તે વિદ્યા સિદ્ધ કરી.