________________
૩૯૪
સુરસુંદરી ચરિત્ર
મદનવેગના પરાજય
પછી વિદ્યાના ગથી મદનવેગ હસ્તિનાપુરમાં ગયા. તેમજ વિદ્યાના પ્રભાવવડે દાસીનું સ્વરૂપ તેણે ધારણ કર્યું" અને દેવીના નિવાસગૃહમાં તે રહ્યો.
લલિતા નામે સુરસુ’દરીની દાસીના અપહાર કરીને તેને બહુ દૂરદેશમાં તે મૂકી આવ્યા. અને તેણીનું સ્વરૂપ કરી તેણીના સ્થાનમાં તે રહ્યો.
તે દુષ્ટ હંમેશાં રાજાને મારવાના ઉપાયા ચિતવવા લાગ્યા. રાજાને કૃષ્ણુ સર્પે દશ કર્યાં, ત્યારથી આર‘ભીને તે પેાતાની આંગળીએથી દીવ્ય મુદ્રિકાને ખસેડતા નથી. માત્ર મૈથુનાર્દિકના સમયે તેના ત્યાગ કરે છે.
એક દિવસ રાજા ભાજન કરીને વિદ્યાધર અને કંચુકી સહિત દેવીના સ્થાનમાં ગયા. ત્યાં તે દુષ્ટ દાસીએ. તેને જોયા.
અંગરક્ષકાને બહાર મૂકી દેવી સહિત રાજા દેવીના રત્નમય વાસગૃહમાં ગયા અને તેનાં દ્વાર બંધ કરી દીધાં.. ક્ષણમાત્ર પરિહાસાદિક ગાછી કરીને રાજાએ મૈથુનક્રિયાના આરભ સમયે દેવીના ડાભડામાં પેાતાની મુદ્રિકા. મૂકી દીધી.
પછી મૈથુનના પ્રારભ કર્યો એટલે એકદમ ખડ્ગ. ખે‘ચીને દાસીના વેષવડે રહેલા તે પુત્રરૂપી કૃતાંત (યમ) ત્યાં ગયા.