________________
૩૯
સુરસુંદરી ચરિત્ર તે જોઈ બહુ દયાને લીધે તારા પિતાએ તે મેઘનાદને તેના રાજ્યમાં સ્થાપન કર્યો અને એને ઘણું નગર તથા ગામો આપ્યાં.
ત્યારપછી ચિત્રગતિ વિદ્યાધરની ઉત્તમ રૂપવતી પડ્યોદરા નામે પુત્રી તેને આપી. તેણીની આ માનવેગા નામે કન્યા છે.
પરંતુ હે કુમાર ! કંચનદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલ અને જલકાંત વિદ્યાધરને પુત્ર જલગ વિદ્યાધર તેણનાં માતાપિતાની પાસે તેણની માગણી કરે છે, તે તેને આપી કે નહી ? એ હું ચોક્કસ જાણતો નથી. અનંગકેતુને લગ્ન મહોત્સવ
એ પ્રમાણે વસંતનું કહેવું સાંભળી કુમાર છે, હે મિત્ર ! મારી સત્ય હકીકત તું સાંભળ, એ કન્યારત્ન જે મને નહીં મળે તે મારા જીવિતની આશા મને નથી. વળી જે મારા જીવિતનું કામ હેય અને હું તને પ્રિય
ઉં, તે તું જલદી મારા પિતાની પાસે જા અને તેવી રીતે તું કહે, જેથી ઢેક મુદતમાં આ કાર્ય સિદ્ધ થાય. | બાદ તે બાલમિત્ર કુમારનો નિશ્ચય જાણ રાજાની પાસે ગયા અને યથાસ્થિત આ સર્વ વાત તેને સંભળાવી.
રાજાએ પણ તરત જ મેઘનાદને પિતાની પાસે બોલાવીને તે કન્યાની માગણી કરી.